સુલેમાનીના મોત બાદ ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા? USA ગલ્ફમાં કરી રહ્યું છે વધુ સૈનિકોની તૈનાતી
ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) બગદાદમાં અમેરિકા (America) ની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા બાદથી સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. આ હત્યાકાંડ બાદ વિશ્વની 13મી સૌથી મોટી સૈન્ય શક્તિ ઈરાન અને સુપરપાવર અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જેને લઈને હવે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી ગઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે.
નવી દિલ્હી: ઈરાન (Iran) ના બીજા સૌથી શક્તિશાળી નેતા જનરલ કાસિમ સુલેમાની (Qassem Suleimani) બગદાદમાં અમેરિકા (America) ની એર સ્ટ્રાઈકમાં માર્યા ગયા બાદથી સમગ્ર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ જોવા મળી રહ્યો છે. આ હત્યાકાંડ બાદ વિશ્વની 13મી સૌથી મોટી સૈન્ય શક્તિ ઈરાન અને સુપરપાવર અમેરિકા વચ્ચે શાબ્દિક યુદ્ધ જોવા મળી રહ્યું છે. જેને લઈને હવે દુનિયા ત્રીજા વિશ્વ યુદ્ધ તરફ આગળ વધી ગઈ હોય તેવી આશંકા સેવાઈ રહી છે. આ બધા વચ્ચે ખાડી દેશોમાં વધતા તણાવને જોતા અમેરિકાએ 3000 વધારાના સૈનિકો મોકલવાનો નિર્ણય લીધો છે. આ બાજુ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Denald Trump) કહ્યું છે કે તેમનો દેશ ઈરાન સાથે યુદ્ધ કરવા માંગતો નથી પરંતુ જો ઈસ્લામિક દેશે કોઈ જવાબી કાર્યવાહી કરી તો અમેરિકા તેને પહોંચી વળવા માટે તૈયાર છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે તલવારો ખેંચાઈ, રાષ્ટ્રપતિ રૂહાનીએ કહ્યું, 'Iran બદલો લેશે'
ફ્લોરિડામાં રજાઓ ગાળી રહેલા ટ્રમ્પે ડ્રોન હુમલા બાદ પહેલીવાર મીડિયા સાથે વાતચીતમાં કહ્યું કે કાસિમ સુલેમાનીની હત્યા ઈરાન સાથે વિવાદ વધારવા માટે કરાઈ નથી. અમે ગત રાતે એક યુદ્ધને ખતમ કરવા માટે કાર્યવાહી કરી. અમે એક યુદ્ધ શરૂ કરવા માટે કાર્યવાહી કરી નથી. ટ્રમ્પે કહ્યું કે અમે ઈરાનમાં સત્તા પરિવર્તન ચાહતા નથી. પરંતુ ઈરાની સરકાર પ્રોક્સી યોદ્ધાઓનો ઉપયોગ પોતાના પાડોશીઓને અસ્થિર કરવા માટે કરી રહી હોય તો તેણે આ બંધ કરવું પડશે.
'હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં સુલેમાની'
ટ્રમ્પે કહ્યું કે સુલેમાની અમેરિકી રાજનયિકો અને સૈન્યકર્મીઓ પર હુમલાનું ષડયંત્ર રચી રહ્યાં હતાં અને આ કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યાં. તેમણે કહ્યું કે ઈરાન જો કોઈ જવાબી કાર્યવાહી કરશે તો તેને પહોંચી વળવા માટે લક્ષ્યોની ઓળખ કરી લીધી છે અને કોઈ પણ જરૂરી પગલું ઉઠાવવા માટે પૂરેપૂરી રીતે તૈયાર છું. અત્રે જણાવવાનું કે ટ્રમ્પે જ સુલેમાની પર હુમલાનો આદેશ આપ્યો હતો. તણાવપૂર્ણ હાલાત વચ્ચે અમેરિકી પ્રશાસન પશ્ચિમ એશિયામાં 3000 વધારાના સૈનિકો મોકલી રહ્યું છે. રક્ષા અધિકારીઓએ આ જાણકારી શુક્રવારે આપી.
જાણો કોણ છે ઈરાનની સુલેમાની, જેનાથી ડરતા હતા અમેરિકા, સાઉદી અરબ અને ઇઝરાઇલ
અધિકારીઓના જણાવ્યાં મુજબ આ સૈનિકો ઉત્તરી કેરોલિનાના ફોર્ટ બ્રેગની 82મી એરબોર્ન ડિવિઝનથી છે. આ સૈનિકો 82મી એરબોર્ન ડિવિઝનના તે લગભગ 700 સૈનિકો ઉપરાંત હશે જેમને ઈરાન સમર્થિત મિલિશિયાના લોકો અને તેમના સમર્થકો દ્વારા બગદાદમાં અમેરિકી દૂતાવાસ પર હુમલો કર્યા બદા આ સપ્તાહની શરૂઆતમાં કુવૈતમાં તૈનાત કરાયા હતાં. આ સપ્તાહ સૈનિકોની તૈનાતી પહેલા ટ્રમ્પ પ્રશાસને મેથી 14000 વધારાના સૈનિકોને પશ્ચિમ એશિયા મોકલ્યા છે. એટલું જ નહીં અમેરિકી વિદેશ મંત્રીએ ચીન, સાઉદી અરબ સહિત અનેક દેશોના નેતાઓ સાથે વાત કરી છે. અમેરિકી વિદેશ મંત્રીએ પાકિસ્તાનના સેના પ્રમુખ સાથે પણ ફોન કરીને પોતાનો પક્ષ રજુ કર્યો છે.
ઈરાનના રાષ્ટ્રપતિએ કહ્યું કે ઈરાન બદલો લેશે
અમેરિકી એર સ્ટ્રાઈકમાં ઈરાન (Iran) ના ટોપ કમાન્ડર મેજર નજરલ કાસિમ સુલેમાનીના મોત પર રાષ્ટ્રપતિ હસન રૂહાની (Hassan Rouhani) કાળઝાળ જોવા મળી રહ્યાં છે. તેમણે બદલો લેવાની વાત કરી છે. અત્રે જણાવવાનું કે બગદાદ એરપોર્ટ પર અમેરિકાએ ગુરુવારે રાતે એર સ્ટ્રાઈક કરી હતી. હસન રૂહાનીએ ટ્વીટ કરીને કહ્યું કે દેશની ક્ષેત્રીય અખંડિતતા અને ક્ષેત્રમાં આતંકવાદ અને ઉગ્રવાદ વિરુદ્ધ લડાઈમાં જનરલ સુલેમાની (qasem soleimani) ના ઝંડાને ઉઠાવવામાં આવશે, અમેરિકી અત્યાચારોનો વિરોધ ચાલુ રહેશે. મહાન દેશ ઈરાન આ જઘન્ય અપરાધનો બદલો લેશે. સ્થિતિને જોતા અમેરિકી દૂતાવાસે પોતાના તમામ નાગરિકોને ઈરાક છોડવાનું કહ્યું છે.
દેશ વિદેશના બીજા પણ મહત્વના સમાચારો જુઓ...
સુલેમાનીના મોત બાદ ઈરાન-અમેરિકા વચ્ચે તણાવ, સોશિયલ મીડિયા પર ‘World War 3’ની શરૂ થઈ ચર્ચા
ત્રીજા વિશ્વયુદ્ધની આશંકા વધી
પશ્ચિમ એશિયામાં વધતા તણાવને જોતા સોશિયલ મીડિયાથી લઈને રાજકીય ગલિયારામાં ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારાની અટકળો શરૂ થઈ ગઈ છે. સોશિયલ મીડિયા પર ત્રીજુ વિશ્વયુદ્ધ ટ્રેન્ડ કરી રહ્યું છે. કહેવાય છે કે ઈરાન જવાબી કાર્યવાહીમાં પશ્ચિમ એશિયામાં સ્થિત અમેરિકાના સૈન્ય ઠેકાણાઓ અને અમેરિકી સૈનિકોને નિશાન બનાવી શકે છે. એવી પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન અમેરિકાના સહયોગી ઈઝરાયેલના સુરક્ષાકર્મીઓ, રોમુઝની ખાડીમાં ઓઈલ ટેન્કરો, અને સાઉદી અરબના ઓઈલ ઠેકાણાઓ પર હુમલો કરી શકે છે. તેની આ કાર્યવાહીમાં હિજ્બુલ્લા, હૂતી વિદ્રોહીઓ અને સીરિયાના રાષ્ટ્રપતિ બશર અલ અસદ મદદ કરી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube